ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા “નાઈટ પેટ્રોલિંગ” યોજાય

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.

New Update

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.

અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છેત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથીકોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્રક્રાઇમ બ્રાન્ચસાઇબર ક્રાઇમ અનેSOG પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ વખતે નીકળનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છેજે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ3મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500થી વધુCCTV કેમેરાપોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબભગવાન જગન્નાથજી મંદિરસરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવનાર છે.

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.