અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, ગરમીનો પારો 45.9 ડિગ્રી પર પહોંચ્યો

New Update
અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, ગરમીનો પારો 45.9 ડિગ્રી પર પહોંચ્યો

સમગ્ર ગુજરાત હીટવેવની ઝપટમાં આવ્યું છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક ઉચે નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમીન અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 45.9 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનામાં ના નોંધાઈ હોય એટલી ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું.

Latest Stories