/connect-gujarat/media/post_banners/cbba95ddd0b73b01ff494b6f8c4d397004d1a9af80dcd3f330dbc16893d4a78e.webp)
અગાઉના બે વર્ષ કરતા ચાલુ વર્ષે દરેક તહેવાર માં વાહનોની નોંધપાત્ર ખરીદી થઇ છે. દશેરાના વણજોયા મુહૂર્ત માં અંદાજે 100 કરોડના પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક મળી અંદાજે 2200 વાહનોનું વેચાણ થયું હતું. 1700 ટુ વ્હીલર અને 500 કાર તો 160 ઈલેક્ટ્રિક વાહન વેચાયા હતાં.અમદાવાદ શહેરના વાહન ડીલરોએ નવરાત્રી સહિત પૂનમ સુધીમાં 3500થી વધુ કાર અને 10,500થી વધુ ટુ વ્હીલર વેચાણ અંદાજ મૂક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે 500 કાર અને 1700થી વધુ ટુવ્હીલર વાહનોનું વેચાણ થયું હતું.
દરમિયાન નવરાત્રીના પાંચ, આઠમ અને નોમના દિવસોમાં પણ વાહનોનું વેચાણ થયું હતું. અગાઉથી ટોકન મની આપી ને બેઠેલા ગ્રાહકોએ બુધવારે દશેરાના શુભ દિવસે ડિલિવરી લીધી હતી.અમદાવાદ ના વાહન ડીલરોના જણાવ્યા અનુસાર દશેરાના દિવસે રૂ. 80 હજાર આસપાસ ની કિંમત ના અંદાજે 80 લાખના એક હજાર ટુ વ્હીલર, 2 લાખની આસપાસ કિંમત ના અંદાજે 14 કરોડના 700 ટુવ્હીલર અને 1.40 લાખ કિંમતના 2.10 કરોડ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર નું વેચાણ થયું હતું. ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં 1. 25 લાખથી વધુની કિંમતના વાહનમાં એકાદ મહિનાનું વેટિંગ ચાલી રહ્યું છે.કારમાં 12 લાખની આસપાસ ની કિંમત ની અંદાજે 54 કરોડની 440 કારનું વેચાણ થયું હતું. જ્યારે 35 લાખની કિંમતની 8.75 કરોડની 25 કાર તેમજ 70 લાખ ની વધુની કિંમતનો 17.50 કરોડની 25 કાર ઉપરાંત 18 લાખ કિંમત 10 ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે. આ સિવાય ટુ વ્હીલર અને કારમાં એડવાન્સ બુકિંગ પણ કર્યું હતું. જેની ડિલિવરી આગામી પૂનમે અથવા દિવાળી સમય અથવા તો દિવાળી પછી મળી શકે છે. જેથી આ વાહનોની સંખ્યા હાલ ગણતરીમાં લેવાય નથી.