Ahmedabad: ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

New Update
Ahmedabad: ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે.

શિક્ષણમંત્રીએ સોશ્યલ મિડીયામાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાની તારીખ સાથેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. 14 માર્ચે ગુજરાતી વિષયનું પેપર યોજાશે. આ ઉપરાંત માર્ચ-૨૦૨૩ની ધોરણ-૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.