/connect-gujarat/media/post_banners/fe0ab1d731bb7c4e712330d969f739e8a61c180ea7585091ff887be631f601dc.jpg)
અમદાવાદના માર્ગો બન્યા બિસ્માર
વિવિધ વિસ્તારોમાં ભુવા પડતાં લોકોને હાલાકી
ભુવા પડતા અકસ્માતનો ભય
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે તો અનેક વિસ્તારમાં તો મસ મોટા ભુવા પડયા છે જેને કારણે એએમસી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.પશ્ચિમ અમદાવાદ હોઈ કે પૂર્વ અમદાવાદ ભુવા નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરના પોષ વિસ્તાર ગણાતા ઇસ્કોન આંબલી રોડ પર મસ મોટો ભૂવો પડતાં ફરીવાર એએમસીની પોલ સામે આવી છે.અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જેવા કે મકરબા આશ્રમ રોડ ઇસ્કોન ચાર રસ્તા પાસે ભુવો પડતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આ ભૂવાઓને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં ભુવા પડવાની સમસ્યા હવે શહેરમાં સામાન્ય બની રહી છે. તો ભુવા પડવાને કારણે સ્થાનિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે દરેક લોકો સરકારને અને તંત્રને ટેક્સ આપે છે છતાં આવા ભૂવા પડે છે સ્થાનિકો અને અહીથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે