અમદાવાદ: રાજ્યમાં માસ્કનો દંડ ઘટશે? જુઓ સરકાર શું કરી રહી છે વિચારણા

રાજયમાં માસ્કના દંડમાં થશે ઘટાડો ? રૂપિયા 1 હજારના બદલે 500 કરવાની સરકારની વિચારણા.

અમદાવાદ: રાજ્યમાં માસ્કનો દંડ ઘટશે? જુઓ સરકાર શું કરી રહી છે વિચારણા
New Update

કોરોના કાળમાં રાજ્યની જનતા પાસેથી રૂપિયા 1 હજાર લેખે 200 કરોડથી વધુની રકમ વસૂલયા બાદ હવે સરકાર માસ્કનો દંડ ઓછો કરવાનું વિચારી રહી છે અને આ મામલે સરકાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.

રાજ્યમાં કોરોના મહામારીમાં માસ્ક પહેર્યા વિના બહાર ફરતા લોકો સામે ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ રૂપિયા 1000 નો દંડ વસુલ કરવામાં આવતો હતો ત્યારે આ દંડની રકમ હવે ઘટાડીને 500 રૂપિયા કરવા રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે . મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહી પહેરવા બદલ દંડ રૂ. 1,000થી ઘટાડીને રૂ.500 કરવા ગુજરાત હાઈકોર્ટ અનુરોધ કરવા રાજ્ય સરકાર સંબંધિત વિભાગને સૂચના આપી છે.આ પહેલા 10 મહિના અગાઉ મુખ્યમંત્રીએ જ માસ્ક વિના ફરતા લોકોને ખૂબ ઊંચો દંડ ન કરવો જોઇએ એવું કૂમળું મન રાખીને લોકોને દંડ નો કોરડો વીંઝાય નહીં એ માટે આખા રાજ્યમાં એક જ ધોરણ અનુસાર 200 રૂપિયાનો દંડ જ લેવો એવો હુકમ કર્યો હતો. જોકે એ પછી દંડની રકમ વધારીને 500 રૂપિયા કરતા હતી. જોકે એ પછી હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે પોતાની દંડસંહિતા બદલીને એમાં 1000 રૂપિયાની જોગવાઈ કરી હતી અને ત્યારબાદ આખા રાજ્યમાં 7 મે સુધીમાં રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યો હતા અને કુલ 32.32 લાખ કેસ કરવામાં આવ્યા હતા.

વીઓ 03 રાજ્ય સરકારની રજૂઆત જનતા આવકારી રહી છે તેઓ જણાવે છે કે કોરોનામાં વેપાર ધંધા નથી તેથી દંડ ની રકમ ઘટાડે તે સારી બાબત છે જનતાનું માનવું છે કે દંડ ઘટાડવો જોઈએ હવે જનતા પણ જાગૃત થઇ છે અને માસ્ક પહેરે છે આ આવકારદાયક નિર્ણય છે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મોટી રાહત થશે આમ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની જનતાને ફાયદો થશે તે ચોક્કસ છે.

#Ahmedabad #Government of Gujarat #Ahmedabad News #Mask Checking #mask fines #Use Mask
Here are a few more articles:
Read the Next Article