Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગૃહમંત્રી સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટ પર કર્યું નિરીક્ષણ

રથયાત્રા પહેલા જગન્નાથ ફેરવાયું મંદિર પોલીસ છાવણીમાં, ગૃહમંત્રી અને ડીજીપીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ.

X

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાને ગઇકાલે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ત્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે મંદિરની મુલાકાત કરી હતી અને ત્યારબાદ રથયાત્રાનો સમગ્ર રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રા પહેલા આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમ દરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ વડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ મળી 50 ગાડીઓના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું.

રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા પહેલા ગૃહમંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં ના થઈ હોય તેવી રથયાત્રા આ વર્ષે નીકળશે જગન્નાથજીનો રથ, મહંત અને ટ્રસ્ટી તેમજ પાંચ વાહન અને એક રથમાં 20 ખલાસીઓ સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે. મહંત અને મુખ્યમંત્રી તેમજ અમારા દ્વારા અપીલ છે કે કોરોના વચ્ચે ગાઇડલાઇનનું પાલન કરી અને લાઈવ દર્શન લોકો કરે.

Next Story