અમદાવાદ : પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો જીવરાજ મહેતા બ્રિજ 4 દિવસ માટે બંધ..!

શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ, જીવરાજ મહેતા બ્રિજને આજથી 4 દિવસ માટે બંધ કરાયો.

New Update
અમદાવાદ : પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો જીવરાજ મહેતા બ્રિજ 4 દિવસ માટે બંધ..!

પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદથી જોડતો મહત્વનો જીવરાજ મહેતા બ્રિજ આગામી 4 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ બ્રિજને બંધ કરાતા લાખો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ બ્રિજ વર્ષો જૂનો હોવાથી તેના રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ બ્રિજ બંધ હોવાથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં લાખો લોકોને પોતાના સ્થાને પહોચવા 4 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.

આ છે અમદાવાદ શહેરનો જીવરાજ મહેતા બ્રિજ, જે જુના અને નવા અમદાવાદને જોડતો મહત્વનો બ્રિજ છે. આ બ્રિજ વર્ષો જૂનો હોવાથી તેના રિપેરિંગ માટે એએમસી દ્વારા આજે સવારથી આગામી 4 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બ્રિજ બંધ કરતા પહેલા સ્થાનિક તંત્રએ અલગ અલગ માધ્યમો દ્વારા જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત બ્રિજ બંધ થતા વૈકલ્પીક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બ્રિજની ઉપર મેટ્રો રેલ્વેના કામ માટે મોટી ક્રેન લગાવવામાં આવી છે, ત્યારે કોઈ રાહદારી કે, વાહનચાલકને નુકશાન ન થાય તે માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

આ બ્રિજથી શહેરના પોશ વિસ્તાર શિવ રંજની, નહેરુનગર અને સેટેલાઈટ સહિત પશ્ચિમ અમદાવાદમાં મોટા વિસ્તારોને કનેક્ટિવિટી મળે છે. જોકે, આજથી જીવરાજ મહેતા બ્રિજ બંધ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ અગાઉ પણ એએમસીએ નહેરુ બ્રિજને 45 દિવસ માટે બંધ કર્યો હતો. પરંતુ જીવરાજ મહેતા બ્રિજ પરથી લાખો વાહનચાલકો પ્રતિદિવસ પસાર થાય છે, ત્યારે આજથી આ બ્રિજ બંધ થતા વાહનચાલકોને ડાયવર્ઝનમાંથી પસાર થવું પડશે. તો કાયમી આ માર્ગનો ઉપયોગ કરનારાઓનું કહેવું છે કે, લોકોને ઓછી મુશ્કેલીઓ પડે તે માટે તંત્ર દ્વારા બ્રિજ બંધ હોવાની અગાઉથી જાણકારી આપવી જોઈએ.

Latest Stories