/connect-gujarat/media/post_banners/4bc0c8f8dd38fa83de695a9ddf9710f15bb8f09f998eb81d6bf1b509d9ad8b4d.jpg)
રાજકોટ બાદ હવે ઇન્કમટેકસ વિભાગે અમદાવાદમાં મોટુ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલાં 20થી વધારે કારોબારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ કરોડો રૂપિયાનું બેહિસાબી નાણું મળી આવે તેવી સંભાવના છે.
અમદાવાદમાં ઇન્કમટેકસ વિભાગની ટીમ દ્વારા રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ નામાંકિત 19 જેટલા ગ્રુપ અને ડીલર્સ અને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એમાં રિયલ એસ્ટેટ અને મીડિયા બિઝનેસ સાથે જોડાયેલા સમભાવ ગૃપ મુખ્ય છે. આ સિવાય ઇસ્કોન ગ્રુપ, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કર અને ત્યાં પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ, વડોદરા અને સુરતના 90થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.
બેનામી વ્યવહાર અને ટેક્સ ચોરી થઈ હોવાની આશંકાના આધારે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં કેટલાક બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓ મોજુદ છે. સર્ચ ઓપરેશન બાદ કરોડો રૂપિયાનું કાળુ નાણુ ઝડપાય તેવી સંભાવના છે.