Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનો તત્કાલીન સીએમ રૂપાણી સરકાર પર કૌભાંડનો ગંભીર આરોપ..!

ભાજપ સરકાર ઉપર કૌભાંડનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યા આક્ષેપ તત્કાલીન સીએમ રૂપાણી સરકાર પર આરોપ

X

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર કૌભાંડનો ગંભીર આરોપ લગાવ્યો છે. સુરત શહેરની પુનરાવર્તીત વિકાસ યોજનામાં કોઈપણ કાયદા કે, અધિકાર વિના ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલિન મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને મળતીયા અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબના 201 રીઝર્વેશનોના 1,66,11,476 ચો.મી. જમીનમાંથી 112 રીઝર્વેશન હટાવીને 90,79,369 ચો.મી. જમીન બિલ્‍ડર માલીકોને પધરાવીને રૂ. 27 હજાર કરોડનો ભ્રષ્‍ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, આ ભ્રષ્‍ટાચારના નાણામાંથી કેટલા કમલમ્ કાર્યાલયમાં જમા થયા, કેટલા કોના ખિસ્‍સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજના અધ્‍યક્ષપદ હેઠળના કમિશન મારફત કરાવીને જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરી હતી. અર્જુન મોઢવાડિયાએ ભ્રષ્‍ટાચારના દસ્‍તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, સુરત અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરીટી (SUDA-સુડા) કે, 2015માં રાજ્ય સરકારે સુડાની હદ વધારીને 100 ગામોનો સમાવેશ થતાં કુલ 195 ગામો થયા હતા. જમીન માલીકોની રજુઆત બાત આ પૈકી 57 ગામોને બાકાત કરતાં સુડાએ કુલ 138 ગામોની 985 ચો.કિ.મી.ની પુનરાવર્તીત વિકાસ યોજના પ્રસિધ્‍ધ કરીને વાંધા સુચનો મંગાવ્યા હતા. આ સંદર્ભે 4144 વાંધાઓ રજુ થયા હતા. આ વાંધા અરજીઓ બાબતને ધ્‍યાને લઈને સુડાએ પુનરાવર્તીત વિકાસ યોજનાને મંજુરી આપવા માટે કાયદા મુજબ રાજ્યના મુખ્‍ય નગર નિયોજકની કચેરી મારફતે શહેરી વિકાસ વિભાગને સુપ્રત થઈ હતી. આ સમગ્ર કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજના અધ્‍યક્ષપદવાળા પંચ માફરત તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની પણ અર્જુન મોઢવાડીયા માંગ કરી હતી.

Next Story