Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પોલીસ અધિકારીના ઘરમાં ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા, એસીપીના ઘરમાં બન્યો હતો ચોરીનો બનાવ.

X

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહતમાં થોડા દિવસ પહેલા એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનરના મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચકચારી બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ સરકારી વસાહતમાં થોડા આદિવસ અગાઉ એક ACP ના ઘરમાં ઘરફોડ ચોરીનો બનવા બન્યો હતો જેમાં આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ઘરફોડ ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની 12 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી જયદીપસિંગ વાઘેલા ઉર્ફે મામુ,આશીફ શેખ અને જગદીશ ચૌહાણ ઉર્ફે જગાને ઝડપી પડ્યા છે. આ આરોપીઓ પાસેથી અલગ અલગ દાગીના જર્મન સિલ્વર ધાતુના ગ્લાસ મળી કુલ 12.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે છે કે આરોપીઓએ અગાઉથી જ રેકી કરેલી હતી. જે અધિકારી ના ઘરે ચોરી કરી ત્યારે તે અધિકારી પોતાની ફરજ પર ગયા હતા અને તેમના પત્ની દ્વારકા દર્શન કરવા ગયેલા હતા તે સમયે એકલતાનો લાભ લઈ ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 200 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક સીસીટીવીમાં રીક્ષા નજરે પડી હતી જેના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Next Story
Share it