શહેરમાં મોબાઈલ, પર્સ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં નરોડા થી બાપુનગર જવાના રસ્તા પર બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાનું પર્સ સ્નેચિંગ કરીને જતા રહ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
મહિલા એક્ટીવા ચલાવી રહી હતી ત્યારે બાઇકર્સ તેની જાણ બહાર પર્સ ખેંચીને નાસી ગયા હતા. પર્સ ચોરાયુ તેમાં મહિલાનું ઘ્યાન હતુ નહી પરંતુ તેના સાત વર્ષના પુત્રએ બાઇકર્સના હાથમાં પર્સ જોયુ ત્યારે તેને જાણ થઇ હતી. પુત્રએ મહિલાને કહ્યુ કે, મમ્મી આપણુ પર્સ પેલા બાઇકર્સના હાથમાં છે.બાપુનગર વિસ્તારમાં આવેલા વિષ્ણુ ટેનામેન્ટમાં રહેતી સોનાલી રીકીન પંચાલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સ્નેચરો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. ગઇકાલે સોનાલી તેના પુત્રને લઇને દાસ્તાન સર્કલ ખાતે માતાના ઘરે ગઇ હતી અને ત્યાથી અગોરામોલ તેમજ તપોવન સર્કલ પર ફરવા માટે ગઇ હતી.રાતે દસેક વાગ્યાની આસપાસ સોનાલી અને તેનો પુત્ર નરોડાથી તેમના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર બે શખ્સો આવ્યા અને સોનાલીનું પર્સ ખેંચીને જતા રહ્યા હતા. સોનાલીનું પર્સ ખેંચાયુ તેની જાણ તેને હતી નહી પરંતુ તેના સાત વર્ષના પુત્રએ બાઇકર્સના હાથમાં પર્સ જોઇ ગયો હતો. પુત્રએ સોનાલીને કહ્યુ કે મમ્મી આપણુ પર્સ પેલા બાઇકર્સ પાસે છે. સોનાલીને ઘ્યાન પડતા બાઇકર્સનો પીછો કર્યો હતો પંરતુ તે ધુમ સ્ટાઇલથી નાસી છુટ્યા હતા. પર્સમાં 34 હજાર રોક્ડ હતા જેથી સોનાલીએ તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. મોડીરાતે કૃષ્ણનગર પોલીસે બાઇકર્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે