ભરૂચ : આમોદના કોલવણા ગામે વીજ કર્મીનું મોત નિપજતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું જેટકોને આવેદન

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલ તૂટતા દબાઈ જવાના કારણે એક વીજ કર્મીનું મોત નીપજ્યું હતું,

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલ તૂટતા દબાઈ જવાના કારણે એક વીજ કર્મીનું મોત નીપજ્યું હતું,

જ્યારે 2 કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતાત્યારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો કંપનીને આવેદન પત્ર પાઠવાયું હતું.

ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ પડી રહ્યો છે. જેથી ઠેર ઠેર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. GUVNL અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઈજનેર દ્વરા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાતા જેના પરિણામ સ્વરૂપમાં જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ.ગોહિલલાઈનમેનને 220 KV સુવા-ગવાસદ લાઈનના લોકેશન નંબર 86 પર ફરજ દરમ્યાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય 3 કર્મચારીઓને ઇજા થવાના બનાવમાં રાજ્યના ઊર્જા મંત્રીને સંબોધીને ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ મૃતક એમ.એ.ગોહિલના પુત્રને સાથે રાખી આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

#Gujarat #CGNews #Amreli #Electrician #Akhil Gujarat Vidyut Kamdar Sangh
Here are a few more articles:
Read the Next Article