સાબરકાંઠા : પ્રાંતિજમાં દુષિત પાણીના સેવનથી ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો,પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ

દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે પાલિકામાં રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા

New Update
  • પ્રાંતિજમાં દૂષિત પાણીથી રોગચાળામાં વધારો

  • દૂષિત પાણીથી ઝાડા ઉલટીના કેસમાં વધારો

  • બાળકો સહિત 21 લોકો ઝાડા ઉલટીમાં સપડાયા

  • પાલિકામાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય

  • મહિલાઓએ થાળી વેલણ ખખડાવીને પાલિકાને જગાડી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે પાલિકામાં રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા.અને કુંભકર્ણ નિંદ્રામાં રહેલા પાલિકાને જગાડવા સોસાયટીના રહીશોએ થાળી વેલણ ખખડાવીને કાર્યવાહીની માંગ કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી દુષિત દુર્ગંધ યુક્ત ગંદા પાણીને લઈને સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી.તેમ છતાં પણ પ્રશ્ન હલ ન થતા આખરે પાણી પીવાથી સોસાયટીના રહીશોને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે.

જેમાં 8 બાળકો સહિત કુલ 21 લોકો હાલમાં ઝાડા ઉલટીમાં સપડાયા છે.તો આરોગ્ય વિભાગને જાણ થતા બે ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે હાથ ધર્યો હતો ત્યારે પાણી જન્ય રોગચાળાને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,અને સોસાયટીના રહીશો દ્વારા કુંભકર્ણ નિંદ્રામાં રહેલ પ્રાંતિજ પાલિકાને જગાડવા થાળી વેલણ ખખડાવીને દૂષિત પાણીની બોટલો સાથે પાલિકા ખાતે દોડી ગયા હતા,અને પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલને શુધ્ધ પાણી આપવા રજુઆત કરી હતી.

પ્રાંતિજ પાલિકા દ્વારા એક સપ્તાહમાં દુષિત પાણીના પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા ખાતે બેસી આંદોલનની ચીમકી આપી હતી.તો પાણીજન્ય રોગચાળાથી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે પાલિકા ચીફ ઓફિસર રોશની પટેલ દ્વારા તાત્કાલિક વોટર વર્કસ કમર્ચારીને મોકલી લીકેજ સહિત લાઇન ચેક કરવા મોકલ્યા હતા.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.