દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઈ હતી.

સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

 

Latest Stories