ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. અમદાવાદના સરખેજ કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો.
AMC જુનિયર કલાર્કનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે.જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા પર પ્લેટફોમ 'X' પર પોસ્ટ કરી છે.જેમાં લખ્યું કે, 'આજે AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર હતું. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ દ્વારા હંગામો હતો. જ્યારે પેપરનો સમય 12:30નો હતો, તેમ છતાં પરીક્ષા શરૂ થઈ નહતી.'