Connect Gujarat
ગુજરાત

અમિત શાહ આ તારીખે ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ, રૉડ શૉ કરીને જંગી જનસભાને પણ સંબોધશે

અમિત શાહ આ તારીખે ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ, રૉડ શૉ કરીને જંગી જનસભાને પણ સંબોધશે
X

ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે ગુજરાતમાંથી તમામ 26 બેઠકો જીતીને મોટી ગિફ્ટ આપવાના પ્રયાસમાં ભાજપ લાગ્યુ છે, ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રક ભરશે અને રૉડ શૉ કરીને જંગી જનસભાને સંબોધશે.

આગામી દિવસોમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી ભત્રક ભરી શકે છે. ગાંધીનગર લોકસભા બેઠકથી અમિત શાહ ઉમેદવારી પત્રક ભરશે. હાલમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પર જ સાંસદ છે. આ દિવસે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અમિત શાહ ઉમેદવારી પત્રક ભરવા માટે સમર્થકો સાથે પહોંચશ. આ ઉપરાંત આગામી 17મી એપ્રિલે રામનવમીના દિવસે અમિત શાહ એક રૉડ શૉ પણ કરશે. સુત્રો અનુસાર, 17મી એપ્રિલે ગાંધીનગર લોકસભા અંતર્ગત વિધાનસભા ક્ષેત્રમાં રૉડ શૉ કરવાની શક્યતા છે. ઉમેદવારી પત્રક ભરતા પહેલા અમિત શાહ એક મોટી જનસભાને પણ સંબોધી શકે છે. લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રૉડ શૉનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2019માં અમિત શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી મોટી જીત મળી હતી. 2019માં અમિત શાહને 69.67 ટકા મત મળ્યા હતા.

Next Story