New Update
અમરેલી જિલ્લાના ધારી ખાતે 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી દુષ્કર્મ ગુજરાતા પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતો આ છે હિંમત બોસમીયા.આ નરાધમ આધેડ હિંમત બોસમીયાએ બપોરના સુમારે ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાના 5 વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતુ.આ અંગેની જાણ લોકોને થતા તેઓએ નરાધમને પકડી પાડી તેને મેથીપાક ચખાડ્યો હતો.પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા હિંમત બોસમિયાં સામે દુષ્કર્મ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી હતી.
Latest Stories