અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના 57 ગામના સરપંચોએ GEM પોર્ટલ પરથી વસ્તુ ખરીદવાની સામે વિરોધ નોંધાવી વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અમરેલીના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 57 ગામના સરપંચો મેદાને આવ્યા છે. GEM પોર્ટલ પરથી વસ્તુ ખરીદવાની સામે તમામ સરપંચોએ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની બાંધકામ શાખા દ્વારા પ્લાન્ટ એસ્ટીમેન્ટ અને બજાર ભાવની વિસંગતા સામે સરપંચોમાં નારાજગી જોવા મળી છે. ગ્રામ પંચાયતોના ઘર વેરાની 15 ટકા રકમ વસુલવાના નિર્ણયને તાલુકા પંચાયત રદ કરવા સહિત વિવિધ 11 જેટલી માંગણીઓ સાથે 57 ગામના સરપંચોએ આવેદન પત્ર આપ્યું હતું.