Connect Gujarat
ગુજરાત

અમરેલી : પરીક્ષા દરમ્યાન હાર્ટ એટેક આવતા ધો-9ની વિદ્યાર્થીનીનું મોત, પરિવારમાં આક્રંદ

શાંતાબા ગજેરા સંકુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષી હરેશભાઈ રોજાસરાને પરીક્ષા દરમ્યાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી

X

નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનીનું મોત થયું

ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત

પરીક્ષા દરમ્યાન હાર્ટ એટેક આવતા વિદ્યાર્થીની ઢળી પડી

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત થવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે અમરેલી જીલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એકનું મોત થતાં સિલસિલો યથાવત રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અમરેલી શહેરની શાંતાબા ગજેરા સંકુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષી હરેશભાઈ રોજાસરાને પરીક્ષા દરમ્યાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી.

બનાવના પગલે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ 15 વર્ષીય સાક્ષી રોજાસરાને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પીએમ રિપોર્ટ આવાયા બાદ વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ બહાર આવશે. તો બીજી તરફ, નાની ઉંમરે દીકરીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Next Story