Connect Gujarat
ગુજરાત

અમરેલી : ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાનાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અમરેલી શહેરમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાનાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજ તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અંબરીષ ડેર સહિત મોટી સંખ્યામાં ઓબીસી સમાજ તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમ્યાન ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગણી કરી ઉપરાંત ઓબીસી સમાજના મુદ્દાઓ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ 27% બેઠકો ઓબીસી સમાજ માટે અનામત રાખવામાં આવે, રાજ્ય સરકાર પ્રતિ વર્ષના બજેટની ફાળવણીમાં 27% રકમ ઓબીસી સમાજ અને વસ્તી ધરાવતા વિસ્તારમાં ફાળવવા, ઓબીસી સમાજને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવી ઓબીસી અનામત બચાવવા માટેની રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. રાજ્યમાં 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજ જેમાં 146 કરતા વધુ જાતિઓના સમાવેશ થાય છે. તે સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. રાજ્યની સહકારી સંસ્થાઓમાં પણ મૂડીપતિઓ અને સ્થાપિત સંસ્થાઓમાં કબજો જમાવી બેઠા હોવાના કારણે ત્યાં પણ ઓબીસી એસટી, એસસી અને ગરીબ પરિવારને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે, ઓબીસી બચાવો અભિયાન વધુ મજબૂત બનાવવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસે હથીયાર સજાવવાનું શરૂ કર્યું હોય તેમ વર્તાય રહ્યું છે.

Next Story