અમરેલી : આયુષમાન ભવઃ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે તેવા આશયથી અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમરેલી : આયુષમાન ભવઃ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે તેવા આશયથી અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે અને વિવિધ આરોગ્યલક્ષી સંભાળ યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લાના 11 તાલુકાઓના 18 સ્થળો પર રક્તદાન કેમ્પ સહિત વધુમાં વધુ નાગરિકો PMJAY કાર્ડ મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જિલ્લા કલેક્ટર અને DDOના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યુ હતું કે, તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે, અને વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષમાન ભવઃ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગામડાઓના લોકો જિલ્લા કક્ષા સુધી આવી શકતા નથી, તેમના માટે તાલુકા કક્ષાએ આરોગ્ય સંબંધિત અભિયાન શરૂ રહેશે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લાભ મળી તે માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ રહેશે. જિલ્લામાં 5,79,984 નાગરિકો કાર્ડ ધરાવે છે, ત્યારે બાકી રહેતા નાગરિકોને આ કાર્ડ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ અભિયાન આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવશે. ગત તા. 13 સપ્ટેમ્બર, 2023 બુધવારના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આયુષમાન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા અને તાલુકા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. એક અંગદાન થકી 8 જેટલા નાગરિકોને જીવનદાન મળી રહે છે, તેથી અંગદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે.

Latest Stories