અમરેલીના રાજસ્થળી ગામનો બનાવ
દોઢ વર્ષના બાળકને દાદીએ ભર્યા બચકા
ઈજાગ્રસ્ત માસુમ બાળક મોતને ભેટ્યો
રડતા બાળકને જોઈને દાદીને આવ્યો ગુસ્સો
પોલીસે આરોપી દાદીની કરી ધરપકડ
અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા હુસેન બચુભાઈ સૈયદના દોઢ વર્ષીય પૌત્ર અને પૌત્રી પોતાની દાદી ફૂલચંદબેન સૈયદ સાથે રમી રહ્યા હતા,જોકે દોઢ વર્ષીય માસુમ રડવા લાગતા દાદીએ તેને શાંત રાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળક શાંત ન રહેતા દાદીએ ગુસ્સામાં આવીને માસુમ બાળકને મોઢા સહિતના ભાગમાં બચકા ભરીને મારમાર્યો હતો,જેના કારણે ઈજાગ્રસ્ત બાળક કરુણ મોતને ભેટ્યો હતો,
ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો,અને પોસ્ટમોર્ટમ સહિત FSLની મદદ લીધી હતી,અને ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.બાળકને બચકા ભરી અને મારી મારીને મોતને ઘાટ ઉતારનાર દાદી ફૂલચંદબેનની પોલીસે ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી.