Connect Gujarat
ગુજરાત

અમરેલી : દરિયાના ઉછળતા મોજા વચ્ચે શિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સ મારફતે પીપાવાવ જેટી પર લવાય...

X

બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે દરિયો બન્યો વધુ તોફાની

શિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સની મળી સેવા

સરાહનીય કામગીરી બદલ પરિવારજનોએ તંત્રનો માન્યો આભાર

બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે જાફરાબાદના શિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સ મારફતે પીપાવાવ જેટી પર લાવવામાં આવી હતી, જ્યાંથી તેણીને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ જેમ જેમ આગળ વધી રહ્યું છે, તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદ, પીપાવાવ, શિયાળબેટ ના દરિયા કાંઠાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. જાફરાબાદના દરિયા કાંઠા સહિતના નીચાણવાળા વિસ્તારોની સલામતીને લઈને વહીવટી તંત્ર સાવધ બન્યું છે. તો બીજી તરફ, બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે જાફરાબાદના શિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સ મારફતે પીપાવાવ જેટી પર લાવવામાં આવી હતી. અહીનો દરિયાઈ ટાપુ વાવાઝોડાની ભારે અસર હેઠળ છે, જેથી અહી દરિયો ધ્રૂજી રહ્યો છે. તેવામાં શિયાળ બેટ ગામની એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા પોલીસે 108 બોટ એમ્બ્યુલન્સની સેવા આપી હતી. ત્યારબાદ સગર્ભા મહિલાને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યારે સગર્ભા મહિલાના પરિવારજનોએ સરાહનીય કામગીરી બદલ પોલીસ તંત્ર સહીત 108 ઈમરજન્સી સેવાનો આભાર માન્યો હતો.

Next Story