અમરેલી : વિદ્યાસભા કેમ્પસમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાની ઉપસ્થિતીમાં યોજાયો રાજ્યકક્ષાનો કલા ઉત્સવ...

અમરેલીના વિદ્યાસભા કેમ્પસ ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update

એક તરફ શિક્ષકો કામના ભારણની ફરિયાદ કરી રહ્યા હોય, ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા શિક્ષકોને ખુલ્લા પડેલા બોર હોય તે ઢાંકવાની વિનંતી કરતી રજૂઆત કરવામાં આવી છે. જે બાદ અમરેલી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા વિદ્યાસભા કેમ્પસ ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં ઉપસ્થીત રહ્યા, ત્યારે પ્રફુલ પાનસેરીયા કલા દર્શાવતા વિદ્યાર્થીઓની કલા પર આફરીન પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ, શિક્ષકોને વધારાના સમયમાં આ જીંદગી બચે તે માટે કાર્ય કરવાનું શિક્ષકોએ વધાવ્યું છે, જે અંગે પોતાના મોબાઈલમાં પણ બોર બંધ કરતા શિક્ષકોના વિડીયો તેઓએ મીડિયાને બતાવ્યા હતા, જ્યારે શિક્ષણમંત્રી પાનસુરીયાએ શિક્ષણના કોઈ શિક્ષકોને ફરજિયાત નથી કે, કોઈને સમાજ સેવા કરવાનો સમય નથી. પણ આ તો માત્ર એક સેવાના હેતુ માટે જ વિનતી કરી છે, તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તો બીજી તરફ, કલા ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા કરવામાં આવેલી અપીલ અંગે જવાબ ન આપી ચાલતી પકડી હતી.

Latest Stories