/connect-gujarat/media/post_banners/ea60248ba25d3c428c8a361d364a68ea0e02b5095a13613087bf1897f68f5519.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નિવૃત્ત પ્રોફેસર મહિલાએ ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી સાવરકુંડલાની વી.ડી.કાણકિયા કોલેજ સાવરકુંડલા શહેર તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ છે સાવરકુંડલાના વી.ડી.કાણકીયા કોલેજના નિવૃત પ્રોફેસર ડો. માલવિકા જોશી. જેઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ગુજરાત અને સાવરકુંડલાનું નામ રોશન કર્યું છે. ગત તા. 28, 29, 30 નવેમ્બરના રોજ વારાણસી ખાતે યોજાયેલ એથ્લેટીક્સ ચેમ્પિયન કોમ્પિટિશન 65+માં કુલ 130 હરીફ સામે ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમજ વી.ડી.કાણકીય મહિલા કોલેજ અને જ્ઞાતિજનો સંસ્થાઓ અમે તેમનું વતન મહેસાણાનું પણ ગૌરવ વધાર્યું છે. આ હરીફાઈ બાદ હવે તેઓ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી એશિયાટિક સ્પર્ધામાં ભાગ લેવા મલેશિયા અથવા જાપાન જશે. જોકે, હાલ કોરોનાની સંભવિત લહેર આવવાની દહેશતના પગલે આ હરીફાઈની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ તેઓ ચોક્કસ ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.