અમરેલી : ચલાલા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ રાજીનામુ,નવા પ્રમુખ માટેનું મંથન શરૂ

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપી દેતા નવા પ્રમુખ માટેનું મંથન શરૂ કરવામાં આવ્યું

New Update
  • ચલાલા નગરપાલિકામાં પ્રમુખ પદનો વિવાદ

  • પ્રમુખ સામે સભ્યોએ કરી હતી અવિશ્વાસની દરખાસ્ત

  • ભાજપ શાસિત પાલિકામાં વિવાદથી રાજકારણ ગરમાયુ 

  • નગરપાલિકાના મહિલા પ્રમુખનું રાજીનામું મંજુર

  • ઉપપ્રમુખ માટે ઘીના ઠામમાં ઘી ઢોળાયું   

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેની સત્તા છે,પરંતુ આંતરિક ડખા બાદ મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી,અને પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું આપી દીધું હતું,અને હવે નવા પ્રમુખ માટેનું મંથન શરૂ કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે તારીખ 22 ડિસેમ્બરે રાજીનામું આપી દીધું હતું,ત્યાર બાદ નગરપાલિકાની સામાન્ય સભા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.જેમાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ ઉપપ્રમુખ સામે સામાન્ય સભામાં શું થશે તેના પર અટકળો તેજ થઈ હતી,પરંતુ સામાન્ય સભામાં ઘીના ઠામમાં જ ઘી ઢોળાયું હોવાનો ઘાટ ઘડાયો હતો.પાલિકામાં 24માંથી હાજર રહેલા 19 સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા તરફે મતદાન કરતા ઉપપ્રમુખ યથાવત રહ્યા હતા.

ચલાલા નગરપાલિકાની 24માંથી 24 બેઠકો ભાજપ પાસે હોવા છતાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ભાજપનું રાજકારણ ગરમાયું હતું. અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં સભ્યો એક સાથે રહ્યા હતા.ત્યારે નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Latest Stories