/connect-gujarat/media/post_banners/27710d08bbfc209fb4f663da391c7fefcc6414e8d0ed476244b2c0788dcd069c.jpg)
અમરેલી જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભાના દંડકની ઉપસ્થિતિમાં 85 નવા પોલીસકર્મીઓના દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં 85 નવા પોલીસ કર્મીઓનો દીક્ષાંત સમારોહ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ગુજરાતમાં 10 હજાર નવા પોલીસ જવાનો દીક્ષાંત સમારોહ થકી પોલીસ વિભાગમાં ફરજ બજાવવા તૈયાર થઈ ચૂક્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી કરી દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા ઉપસ્થિત રહી નવા પોલીસ જવાનોને શુભકામના પાઠવી હતી. તાલીમાર્થીઓ દ્વારા તાલીમ દરમિયાન કરેલ કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલીમ દરમિયાન વિશિષ્ટ કામગીરી કરી નંબર મેળવનાર બેસ્ટ ક્રેડેટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવવાના પોલીસ જવાનોને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.