Connect Gujarat
ગુજરાત

અમરેલી: જર્જરિત કેનાલોના કારણે ખેડૂતોને મુશ્કેલી, છેલ્લા 4 વર્ષથી કેનાલમાં પાણી જ નથી છોડયુ

અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં સિંચાઇની કેનાલો શોભાના ગાઠિયા સમાન બની છે

X

અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં સિંચાઇની કેનાલો શોભાના ગાઠિયા સમાન બની છે ખાંભાના રાયડી ડેમમાંથી સિંચાઇ માટે બનાવેલી કેનાલોનું કરોડો રૂપિયાનું આંધણ થયું છે. આમ છતા 4 વર્ષથી કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

ગુજરાતીમાં કહેવત છે કે કુવામાં હોય તો હવાડામાં આવે પરંતુ આ રાયડી ડેમ ભરેલો છે પણ કેનાલોમાં પાણી નથી આવતું.આવી પરિસ્થિતિ થઈ છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓની ખેડૂતોને તાતી જરૂરિયાત હોય છે સિંચાઈના પાણીની ત્યારે આ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પાણી મોળા અને ધૂંધળા પાણી હોવાના કારણે પિયત માટે મીઠા પાણીની ખૂબ જ ખેડૂતોને જરૂરિયાત હોય છે.ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે રાયડી ડેમ આવેલ છે આ ડેમ નીચે આવતા ગામોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો વર્ષો પહેલા બનાવવામાં આવી છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે નાગેશ્રી અને મીઠાપુર ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ 1995માં બનાવવામાં આવી હતી.1997માં ટેસ્ટીંગ માટે એકવાર પાણી આપવામાં આવેલ પરંતુ આજ દિવસ સુધી આ કેનાલમાંમાંથી ખેડૂતોને ક્યારેય પાણી મળ્યું નથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કિસાન સંઘ અને ખેડૂતો કરી છે પરંતું ખેડૂતોને સિંચાઈ ના પાણી મળી રહે તે માટે તંત્રએ આજ દિવસ સુધી તસ્તી લીધી નથી રાયડી ડાંબા કાઠાની કેનાલો સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી છે પરંતુ હાલ આ કેનાલો માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભી છે

રાયડી ડેમના ડાબા કાંઠાના ખાલસા કંથારીયા બારમણ બાળાની વાવ સહિતના ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે કેનાલો આવેલી છે પણ હાલ આ કેનાલોની તૂટેલી સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલ માત્ર કહેવા માત્ર ઉભી છે ત્યારે બાળાની વાવ ખાલસા કંથારીયા ગામના ખેડૂતોને ચાર વર્ષ પહેલા આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે અનેક વાર ડાબા કાંઠાના વિસ્તારના ખેડૂતોએ સ્થાનિક તંત્રને ખૂબ રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આ કેનાલ તૂટેલી છે રીપેરીંગ કામ કરવામાં નથી આવ્યું કે ચાર વર્ષથી પાણી છોડવામાં નથી આવ્યુ ત્યારે આ કેનાલના ભૂંગળાની અંદર દીપડા ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ ઘર કરી ગયા છે ત્યારે કેનાલ ઉપર બાવળની જાળીઓ ઉભી છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલ રીપેરીંગ કરી અને સિંચાઈનો પાણીનો લાભ ખેડૂતોને મળે તેવી માંગ કરી રહ્યા છે

એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે બીજી તરફ રાયડી ડેમ ભરચક હોવા છતાં કેનાલો જ બિસ્માર પડી હોયને સરકારના લાખો રૂપિયા એળે ગયા હોય ત્યારે સરકારી તંત્રના બાબુ દ્વારા હવે ખેડૂતોને સિંચાઇ ના પાણી માટે માંગણીઓ આવી છે ને પાણી આપવામાં આવશે પણ કેનાલો તૂટેલી પડી છે તેની પહેલા ડીટેઇલ સરવે કરાવવાની વાતો કરે છે ને 25-25 વર્ષથી કેનાલો જ બંધ થઈ ગયા બાદ હવે ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવાની વાત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે કરી હતી

Next Story