સાવરકુંડલામાં યોજાયેલ સત્કાર સમારોહમાં ડીમોલિશન અંગે દિલીપ સંઘાણીએ તંત્ર પર નિશાન સાધ્યુ,જુઓ શું કહ્યું

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ સાવરકુંડલા યાર્ડ ખાતે યોજાયો હતો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે  સંવાદ ગોષ્ઠિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે

દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે નિશાન તાંક્યું હતું અને સાવરકુંડલામાં બે દિવસ પહેલા થયેલા ડીમોલેશન અંગે તંત્ર પર દિલીપ સંઘાણીએ પ્રહારો કર્યા હતા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટ થાંભલાઓ ઉભા રહ્યા આ કેવું ડીમોલેશન તેવા સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો

કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીનો સંવાદ સહકારી કાર્યક્રમમાં દિલીપ સંઘાણીના સત્કાર સમારોહમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સૂચક પણ હાજર રહ્યા હતા.આ તરફ જવાહર ચાવડા અંગેના મીડીયાના પ્રશ્નમાં દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહ્યું હતું
#સાવરકુંડલા #ડીમોલિશન #સત્કાર સમારોહ #દિલીપ સંઘાણી
Here are a few more articles:
Read the Next Article