Connect Gujarat
ગુજરાત

અમરેલી : લાલાવદર ગામે મળેલ મૃતદેહો અંગે ભેદ ઉકેલાયો, હત્યાનો ખુલાસો!

ત્રીપલ હત્યાના પકડાયેલા ત્રણેય હત્યારા હાલ પોલીસની ગિરફ્તમાં છે ને મુખ્ય આરોપી ભૂરા મોહન બામનીયાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

X

લાલાવદરની વાડીના કૂવામાં 3 લાશ મળવાનો મામલો

પતિ પત્ની અને બાળકીનું ગળું દબાવી હત્યા કરાઇ

મૃતક મહિલા તાંત્રિક વિધિ કરતી હોવાની શંકાએ હત્યા

3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી, એક ફરાર

લાલાવદર ગામે મળેલ મૃતદેહો અંગે ભેદ ઉકેલાયો

અંધશ્રદ્ધામાં કઈક માનવ જીદંગીઓ હોમાઈ ગઈ છે ને અંધશ્રદ્ધામાં માનતા લોકો એવા અધમ કૃત્ય કરી નાખતા હોય છે જે પાછળથી પછતાવા સિવાય કોઈ ઈલાજ નથી ને આવી જ અંધશ્રદ્ધામાં મધ્યપ્રદેશના એક પિતાને પોતાની દીકરી બીમારીથી મોતને ભેટ્યા બાદ ત્રીપલ હત્યાનો ખૂની ખેલ ખેલી નાખ્યો ને અમરેલી પોલીસે હત્યા, આત્મહત્યા કે અક્સ્માતની સમગ્રના મર્ડર મિસ્ટ્રી ઉકેલી હતી ત્યારે શું છે આ અંધશ્રદ્ધામાં ખેલાયા ખૂની ખેલની ક્રાઇમ કુંડળી જોઈએ આ રિપોર્ટમાં...

અમરેલીનાં લાલાવદર ગામની વાડીના કુવા માંથી 12 જાન્યુઆરીએ ત્રણ ત્રણ લાશો મળી હતી કૂવામાં અકસ્માતે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ અંગે પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પી.એમ. કરાવતા ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ત્રણેય મૃતકો મુકેશ દેવરખીયા, તેમની પત્ની ભૂરી દેવરખીયા અને જાનું દેવરખીયા નામની 8 વર્ષની બાળકી મૂળ મધ્યપ્રદેશના હતા અને ખેત મજૂરી કરતા હતા. ત્રણ ત્રણ મૃતદેહો અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કડીઓ મેળવી ત્યારે અંધશ્રદ્ધામાં આખી ત્રીપલ હત્યા થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. ઘટનામાં ભૂરા મોહન બામણીયાની દીકરીનું બીમારીને કારણે મોત થયું હતું,

પરંતુ મોત પાછળ ભૂરી દેવરખીયાએ તાંત્રિકવિધિ કરી હોવાનું અને ભુરી ડાકણ હોવાનો વહેમ રાખીને હત્યારા ભૂરા મોહન બામણીયાએ હત્યાનો પ્લાન ઘડી કાઢી લાલાવદર ગામની સીમમાં ત્રણ સાગરીત સાથે આવીને એક જ પરિવારનાં ત્રણેય સભ્યોનું ગળું દબાવીને હત્યા કરી લાશને કૂવામાં નાખીને નાશી છૂટયા હતા. જે અંગે અમરેલી પોલીસે મુખ્ય આરોપી સિવાયના 3 આરોપીઓ બબલુ ઉર્ફે પ્યારસિંહ વસુનીયા, મેરસિંહ પારદિયા અને ઇન્દ્રકિશન વસુનીયાને ઝડપી પાડયા હતા ને સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયેલ ત્રીપલ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ગણતરીનાં દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.

ત્રીપલ હત્યાના પકડાયેલા ત્રણેય હત્યારા હાલ પોલીસની ગિરફ્તમાં છે ને મુખ્ય આરોપી ભૂરા મોહન બામનીયાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અને અગાઉ પણ આ હત્યારાએ કોઈ અન્ય ગુન્હાઓ કર્યા છે કે કેમ તે અંગે પણ એસપી હિમકરસિંહે જણાવ્યું હતું કે અગાઉ ગુન્હાઓ નોંધાયા નથી ને અંધશ્રદ્ધાનો આંધળા અનુકરણ પાછળ ત્રીપલ હત્યા થઈ છે.

Next Story