ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ખારાશનો પ્રશ્ન વિકટ છે. ખેતીમાં ઉત્પાદકતા પર તેની વિપરીત અસર પડે છે. આ સ્થિતિના ઉકેલરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એક ખેડૂતે તળાવ બનાવ્યું છે. ખેડૂતને આશા છે કે, તેના આ પ્રયોગથી ખેતીમાં બરકત આવશે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામના ખેડૂત પ્રવીણ સંઘાત હાલ "આકાશમાંથી વરસી રહેલા અમૃત" એટલે કે, વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે. જે જળસંકટ વખતે સંજીવની બની રહશે. તેમણે 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે, જેમાં એકઠા થતાં પાણીનો તે સિંચાઇમાં ઉપયોગ કરશે. અહી સંપૂર્ણપણે દરિયા કાંઠાનો વિસ્તાર છે. અહીંની જમીન સંપૂર્ણપણે ખારી છે.
ખેડૂતે એક એકર જમીનનો ઉપયોગ કર્યો છે, અને તેના પર એક તળાવ બનાવ્યું છે, જે 30 ફૂટ ઊંડું છે. તે એક એકરમાં ફેલાયેલું છે. પ્રવીણ સંઘાતનું ખેતર દરિયાથી ઝાઝુ દૂર નથી. એટલે તેમની જમીનમાં ખારાશ પ્રસરે છે. તળાવ નિર્માણના પગલે તેમને આશા છે કે, તળાવ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ઘઉં, બાજરી અને મગફળી સહિતના અન્ય પાક લેવામાં મદદ મળશે