/connect-gujarat/media/post_banners/c2033be445e8366e7b40465cb92f01fc07f668281ebeadd97b76e983b86959d0.jpg)
અમરેલી જિલ્લામાં આ વર્ષે 3,300 હેક્ટરમાં ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે.રવિપાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો ચણા ઘઉંનું વાવેતર કરે છે પણ રવિ પાકમાં પરંતુ આ વર્ષે ખેડૂતોએ પેટન બદલાવી જીરુંના વાવેતર તરફ સફળ પ્રયોગ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં ચણા ઘઉંનું વાવેતર કરે છે ચણાનું વાવેતર આ વખતે 50% કરતાં વધુ પ્રમાણમાં થયું છે ત્યારે ઊંઝામાં થતું જીરું હવે અમરેલી જિલ્લાના ખેડૂતો જીરુંની ખેતી તરફ આગળ વધી રહ્યા છે આ વર્ષે અમરેલી જિલ્લામાં હાઈએસ્ટ જીરુંનું વાવેતર બાબરા પંથકમાં થયું છે ત્યારે સાવરકુંડલા પંથકમાં છૂટા છવાયા વિસ્તારમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું છે.સાવરકુંડલાના બાઢડા ગામના ખેડૂતે પોતાની સાત વીઘાની જમીનમાં જીરુંનું વાવેતર કર્યું છે.ખેડૂતનું માનીએ તો જીરુંની ખેતી જોખમી છે.વાતાવરણની ખુબ અસર જીરુંના પાક ઉપર રહે છે જીરૂની ખેતીમાં સતત દવાઓનો છટકાવ અને નિંદામણ કરવું પડે છે ઊંઝા વિસ્તારમાં જીરુંની ખેતી થઈ રહી છે ત્યારે અમરેલીના ખેડૂતો જીરુંની ખેતીનો પ્રયોગ કરી રહ્યા છે એકંદરે જીરુંના ભાવ ખૂબ સારા એવા ખુલ્લી બજારમાં મળે છે ત્યારે આવા સારા ભાવ રહેશે તો ખેડૂતોને લાખોની કમાણીનો આશાવાદ છે.હાલ જીરુનો પાક ખૂબ સારો એવો જોવા મળી રહ્યો છે ત્યારે આ જીરુંની ખેતીનો પ્રયોગ ખેડૂતો માટે સારો એવો સાબિત થાય તેવું લાગી રહ્યું છે..