અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ

અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે

અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ
New Update

અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે

આ છે અમરેલી અને સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર.એપીએમસીની જાહેર હરાજીમાં હાલ ઘઉંની આવકની શરૂઆત થઈ ગઈ છે.અમરેલી અને સાવરકુંડલાના યાર્ડમાં જાહેર હરાજીમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉં ટ્રેકટરોમાં યાર્ડમાં ઠલવાઈ રહ્યાં છે ત્યારે યાર્ડમાં જાહેર હરારજીમાં ઘઉંના ભાવ ગયા વર્ષ કરતા પણ ઘટતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.લોક વન ઘઉં અને ટુકડા ઘઉંના ભાવ ગગડતા ખેડૂતોની કાળી મહેનતની મજૂરી પર પાણી ફરી વળ્યુ હોવાનો વસવસો જગતના તાત કરી રહ્યા છે. અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં 2 હજાર મણ ઘઉંની આવક થઈ રહી છે ને ટુકડા ઘઉંના 450 થી લઈને 575 સુધી તો લોકવન 425 થી 550 સુધી જાય છે ને અધૂરા પાકેલા અને ભેજ વાળા ઘઉં હોવાથી ભાવ નથી મળતો ત્યારે ખેડૂતો ને દર વખત કરતા આ વખતે ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Amreli #Farming #farmers #wheat #affordable price #MarketYard
Here are a few more articles:
Read the Next Article