અમરેલી: સુરવો નદી પરના સૌથી મોટા ચેકડેમમાં મસમોટું ગાબડું,ખેડૂતોમાં આક્રોશ

ચિક્કાર ભરાઈ ગયેલ ચેકડેમમાં બીજું ગાબડું પડ્યું હતુ જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહયો છે

New Update
અમરેલી: સુરવો નદી પરના સૌથી મોટા ચેકડેમમાં મસમોટું ગાબડું,ખેડૂતોમાં આક્રોશ

અમરેલી જિલ્લાના વડીયાની સુરવો નદી પરના સૌથી મોટા ચેકડેમમાં મસમોટું ગાબડું પડી જતા લાખો લીટર પાણી વહી જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લાના વડીયાની સુરવો નદી પરના સૌથી મોટા ચેકડેમમાં મસમોટું ગાબડું પડી જતા લાખો લીટર પાણી વહી જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ વડિયા અને ચારણીયા ગામ વચ્ચે આવેલો ચેકડેમ છે અને ચેકડેમમાથી પાણીનો મોટો જથ્થો વેડફાઇ ગયો છે.

ચેકડેમના પાણીના કારણે અંદાજીત 500 હેક્ટર જમીનમાં ખેડૂતોને ફાયદો થતો હતો અને ખેડૂતોને આ ચેકડેમ પિયત માટે અત્યંત ઉપયોગી હોવા છતાં તંત્રની લાપરવાહીને કારણે એક ગાબડું 5 વર્ષથી પડેલ હતું તેમાંથી તો પાણી વેડફાટ થતું જ હતું પણ આ ચોમાસાના પ્રારંભે જ ચિક્કાર ભરાઈ ગયેલ ચેકડેમમાં બીજું ગાબડું પડ્યું હતુ જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહયો છે

Latest Stories