New Update
/connect-gujarat/media/post_banners/ab53345f9fd5c42611175ff3a90be0409bef1bb73dc9e72e791f7e73bfd833c1.jpg)
ઇફકોના ચેરમેન તરીકે સતત બીજી વખત દિલીપ સંઘાણીની વરણી થઈ છે. ત્યારે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સરકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપ સંઘાણી સાથે સાંસદ નારણ કાછડીયા મંચ પર જોવા મળ્યા હતા.
જો કે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હીરા સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.અમરેલી જિલ્લા ભાજપમાં જૂથવાદની સ્થિતિ વચ્ચે દિલીપ સંધાણીએ જાણે શક્તિ પ્રદર્શન કર્યું હતું જો કે કેટલાક આગેવાનો ગેરહાજર રહેતા રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી
Latest Stories