ધારી પંથકમાં ચાર પગનો આતંક વધ્યો
માતા સાથે સૂતેલી બાળકોને દીપડો ઉઠાવી ગયો
બાળકીને શોધતા તેનું અડધું શરીર મળી આવ્યું
જીરા ગામે 15 દિવસમાં દીપડાનો બીજો હુમલો
અમરેલીમાં ધારીનાં જીરા ગામે રોડ પર આવેલી વાડીમાં માતા સાથે સુતેલી 3 વર્ષની બાળાને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામે વાડી વિસ્તારમાં ભાગ્યું રાખી રહેતા ખેત મજુર પરિવાર વાડીના મકાનમાં રહેતા હતા. બાજુના ખુલ્લા ફરજમાં માતા સાથે 3 વર્ષની બાળકી સુતી હતી. એક દીપડો આવી બાળકીને ઉપાડી ફાડી ખાધી હતી. આ ઘટના પગલે વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ કરતા બાળકીને અડધી ફાટી કાઢી હતી તેમજ આ બાળકીનાં બચેલા અવશેષોને પી.એમ. માટે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં દિપડાને પકડવા વનવિભાગે પાંજરૂ ગોઠવી દીધું હતું.દીપડાને પકડવા ચાર પાંજરા મુકવામાં આવ્યા હતા. 15 દિવસ અગાઉ ખેતમજૂરની દોઢ વર્ષના બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી .