Connect Gujarat
ગુજરાત

અમરેલી : લાલવદર ગામે કૂવામાંથી એક સાથે 3 પરપ્રાંતિય શ્રમિકોના મૃતદેહ મળી આવતા ચકચાર...

અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

X

અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાલવદર નજીક આવેલ વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ હોવાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લાલવદર નજીક દકુ ધાનાણીની વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ મળી આવતા વાડી માલિકે બનાવ અંગે પોલીસ તંત્રને જાણ કરી હતી. આ સાથે જ બનાવના પગલે અમરેલી ફાયર વિભાગ તેમજ અમરેલી સાંસદ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા, જ્યાં સાંસદ નારણ કાછડીયા પોતે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે કામે વળગ્યા હતા. આ સાથે જ ફાયર ફાઇટરોએ પણ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરી હતી. તો બીજી તરફ, પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય મૃતકો પરપ્રાંતિય શ્રમિક હોવાનું સામે આવ્યું છે. ગતરાત્રિના સમયે ત્રણેય પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે અંદરો અંદર ડખો થયો હતો. જે દરમ્યાન કૂવામાં ખાબકી જતાં ત્રણેય શ્રમિકો મોતને ભેટ્યા હોવાની વિગતો સામે આવી છે.

Next Story