/connect-gujarat/media/post_banners/96e83c93bcc603382ec0f642301580fce60137450a058d8c9a3d685d35289e0c.jpg)
અમરેલીના બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી હતી આ સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી।
અમરેલીના બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચડાવાય હતી.બાબરાના વાલ્મીકિ વાસમાં રોગ મટાડવા, સંતાન પ્રાપ્તિ માટે 2 પશુની બલી ચડાવવામાં આવી હતી.પશુ બલીની ઘટના સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી.ભૂવા રમેશ વાળોદરા સહિત ત્રણ સાગરીતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.પોલીસની તપાસમાં ભુવાએ અત્યાર સુધીમાં 400 પશુની બલી ચઢાવી હોવાની કબૂલાત કરી છે.બાબરા પોલીસ દ્વારા ભૂવા સામે પશુ વધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે