Connect Gujarat
ગુજરાત

અમરેલી : જંગલી ઈયળોએ ડાંગાવદર ગામને બાનમાં લીધું, જુઓ લોકો કેવી સ્થિતીમાં મુકાયા..!

લાખોની સંખ્યામાં ઇયળોનું ઝુંડ ડાંગાવદર ગામે ત્રાટક્યું, ઇયળોનો ઉપદ્રવ વધતો હોવાથી લોકો ત્રાહિમામ પોકાર્યા.

X

અમરેલી જીલ્લાનું એક એવું ગામ કે, જ્યાં ઈયળોએ કર્યો છે આક્રમણ. એક સાથે લાખોની સંખ્યામાં ઇયળોનું ઝુંડ ગામ પર તૂટી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઈયળોનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, ગામ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે, ત્યારે ક્યાં ગામના લોકો આ વિચિત્ર સમસ્યાનો ભોગ બન્યા છે.

આ છે અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાનું ડાંગાવદર ગામ. આ ગામને જંગલી ઈયળોએ બાનમાં લીધું છે. જંગલ અને ડુંગરાળ વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં ઈયળોના ઝુંડે આક્રમણ કરતા, જ્યાં જુઓ ત્યાં નકરી ઈયળો જ ઇયળો જોવા મળી રહી છે. શેરીઓમાં, ઘરની દિવારો પર, ઓસરીમાં, ફળિયામાં, રસોડામાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ દેખાઈ રહી છે. આખો દિવસ મહિલાઓ તેમજ લોકો માત્ર ઈયળોને દૂર ખસેડવામાં જ રહે છે. તો આ ઈયળો વિચિત્ર પ્રકારની છે, માર્યા પછી પણ તેમાંથી અતિશય દુર્ગંધ આવે છે. ઈયળોની જોઈને લોકોને જમવું પણ ન ભારે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ લોકોના મકાનના રસોડામાં પ્રવેશી ખાદ્ય પદાર્થનો પણ બગાડ કરે છે. રાત્રીના સમયે પણ ઇયળોનો ઉપદ્રવ વધતો હોવાથી લોકો શાંતિથી સુઈ શકતા નથી. જેને લઈને કોરોના કાળ બાદ લોકો મોટી મુશ્કેલી આ ઈયળોને ગણાવી રહ્યા છે.

ડાંગાવદર ગામના લોકો ઈયળોના ઉપદ્રવને મોટી મહામારી માની રહ્યા છે. કારણ કે, લોકો ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો પાસે આવેલા ડુંગરાળ વિસ્તારમાં ઇયળોનો ઉપદ્રવ વધતા આ પરેશાનીનો લોકો ભોગ બની રહ્યા છે. દવાનો છંટકાવ કરવા છતાં પણ ઈયળો પર કોઈ કાબુ મેળવી શકાતો નથી, તેવામાં આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા ગામમાં ઈયળોને દૂર કરવા કોઈ કાર્યવાહી કરાય તેવી લોકમાંગ વઘી છે. જો આમને આમ ઈયળોનો ઉપદ્રવ વધતો રહેશે તો ચોક્કસથી ગામના લોકો કોઈ રોગચાળાનો ભોગ બનશે તેવું ગ્રામજનો માની રહ્યા છે. તેવામાં આ નવી મુશ્કેલીથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સરકારી પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story