Connect Gujarat
ગુજરાત

અમરેલી-ખીજડિયા બ્રોડગેજ રેલ્વે લાઇનનું PM મોદીએ કર્યું ઈ-ખાતમુહૂર્ત, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત...

ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું

X

આઝાદીના 75 વર્ષ બાદ અમરેલીમાં આવશે બ્રોડગેજ રેલ્વે લાઈન

અમરેલી-ખીજડિયા બ્રોડગેજ લાઇનનું કરવામાં આવ્યું ઈ-ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ ખાતેથી કર્યું પ્રકલ્પનું ઈ-ખાતમુહૂર્ત

અમરેલી - લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો ઈ-ખાતમુહૂર્ત પ્રસંગ

ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

અમરેલી-ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે અમરેલી અને લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના 75 વર્ષ બાદ હવે અમરેલીમાં બ્રોડગેજ રેલ્વે લાઈનનું સ્વપ્ન સાકાર થવાના દિવસો દૂર નથી. અમરેલી-ખીજડિયા બ્રોડગેજ રેલ્વે લાઇનનું પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે અમરેલી રેલ્વે સ્ટેશને અને લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા, જનક તળાવીયા સહિતના નેતાઓ સહિત જનમેદની વચ્ચે રેલ્વે બ્રોડગેજ લાઇનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી રૂપાલાએ રાજકીય પ્રવચન પણ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી મોદી આવ્યા બાદ અમરેલીમાં બ્રોડગેજ રેલ્વે લાઇન આવી રહી છે, ત્યારે હવે સામે વ્યવહાર દોઢો કરજો તેવું કહીને ભાજપ તરફે મતદાન કરવાની રમુજી શૈલીમાં કેન્દ્રિય મંત્રી રૂપાલાએ અપીલ કરી હતી.

Next Story