/connect-gujarat/media/post_banners/ac6ad87f15dd7de704da81aae4bfb823113cdabba134980a1deadfaf75727cae.jpg)
અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં એક બાળકીને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, અમરેલીના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 4 વર્ષીય બાળકી પોતાના પરિવાર સાથે વાડીમાં સૂતી હતી, તે દરમાયન ખુંખાર દીપડાએ બાળકી ઉપર અચાનક હુમલો કર્યો હતો, ત્યારે બાળકી બૂમાબૂમ કરતાં પરિવાર જાગી જતાં દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો.
દીપડાએ હુમલો કરતા બાળકીને ગંભીર ઇજાઓ પહોચી હતી જેના પગલે તેને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં થતાં દીપડાના હુમલા અંગે હવે વનવિભાગ સજાગ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.