/connect-gujarat/media/post_banners/5dc02e66a8ab3d72cf3d4fa1623bd68ae3f4cef01e48d737171a27fcdf753485.webp)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ નજીક કૂવામાં પડી જતાં સિંહણ અને દીપડાનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે વન વિભાગે સિંહણ અને દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમરેલીના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ નજીક ખોડી ગામ જવાના માર્ગ પર અવાવરૂ જગ્યાએ આવેલા એક કૂવામાં સિંહ અને દીપડાનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જેમાં દીપડાનો શિકાર કરવા સિંહણે તેની પાછળ દોડ લગાવતા બન્ને કુવામાં ખાબક્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે.
જેથી દીપડા પાછળ સિંહણે લગાવેલી દોટ મોતની દોડ સાબિત થઈ હોવાની ચર્ચાએ જોત પકડ્યું છે. બનાવના પગલે વન વિભાગને જાણ થતાં સિંહણ અને દીપડાના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વનવિભાગ દ્વારા બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.