Connect Gujarat
ગુજરાત

અમરેલી લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ટ્રેક્ટર ચલાવી પહોચ્યા નામાંકન ભરવા, જન આશીર્વાદ સંમેલન યોજાયું

જેની ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી.

X

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરી ખાતે પહોચી પોતાનું નામાંકન ભર્યું હતું. સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, પૂંજા વંશ, ડો. કનુ કળસરીયા સહિતના નેતાઓએ જેની ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી. આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા, અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરી હતી.

વીરજી ઠુમ્મરઆ વખતે પણ પરેશ ધાનાણીની ટીકીટ કાપવામાં નિષ્ફળ ગયા હોય, તેવું જણાવી પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયા હોવાનું જણાવ્યું હતું. અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોપુ છું, જેનીબેનને જીતાડી દેજો તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું, જ્યારે જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેમ બાપ વીરજી ઠુમ્મર અને દીકરી જેની ઠુમ્મર વચ્ચેના દીકરી પ્રેમ છલકાઈ ગયો હતો.

વર્ષ 2009માં દીકરીને સાસરે વળાવી હતી, અને આજે અમરેલીના ખોળે સોંપવા આપ્યો છું. એને જીતાડી દેજો તેવું કહીને વીરજી ઠુમ્મરની આંખો ભીની થઈ ગઈ હતી.

Next Story