Connect Gujarat
ગુજરાત

અમરેલી : ડુંગળીના વાવેતરમાં લાખોનું નુકશાન, કંપનીએ નબળી ગુણવત્તાવાળા બીજ આપ્યાનો ખેડૂતોનો આક્ષેપ..!

કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો

X

વડીયાના ખેડૂતોએ મોટી માત્રામાં કર્યું ડુંગળીનું વાવેતર

બીજ નબળી ગુણવત્તાના મળતા ડુંગળીનો ફાલ ન આવ્યો

ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને થયું લાખોનું નુકશાન

ખેડૂતોએ બાગાયત કચેરી ખાતે કરી બિયારણની ફરિયાદ

સ્થળ મુલાકાતે આવેલા અધિકારીઓ સામે ખેડૂતોમાં રોષ

અમરેલી જિલ્લાના વડીયા પંથકનાં ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળતા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના વડીયા પંથકનાં ખેડૂતોએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. F1 હાઈબ્રિડ ક્લશ કંપનીના ડુંગળી બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે.

જેમાં ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળતા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે, ત્યારે ખેડૂતોએ અમરેલી બાગાયત કચેરીમાં નબળી ગુણવત્તાના ડુંગળીના બિયારણની ફરિયાદ કરી હતી. જોકે, કંપનીના ડીલરો અને અધિકારીએ ખેડૂતોની મુલાકાત લેતા ખેડૂતો રોષિત થયા હતા. કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો બીજી તરફ, બદલાતા વાતાવરણના કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાનું કંપની અધિકારીઓનું માનવ્યું છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

Next Story