Connect Gujarat
ગુજરાત

અમરેલી: ભારે વરસાદના કારણે અનેક માર્ગોનું ધોવાણ,વાહનચાલકો પરેશાન

X

અમરેલી જીલ્લામાં ભારે વરસાદ

વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા

બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

અમરેલી જિલ્લામાં સચરાચર વરસાદ બાદ જિલ્લાના માર્ગો મગરની પીઠ સમાન ખરબચડા બની ગયા છે ત્યારે સાવરકુંડલાથી રંઘોલા ભાવનગર સ્ટેટ હાઇવેની દુર્દશા બેઠી છે

આ છે અમરેલીના સાવરકુંડલા શહેરથી જુના સાવર, ભુવા, લીલીયા, ગારીયાધાર થઈને રંઘોલા ભાવનગર જવાનો સ્ટેટ હાઇવે રોડ,સતત વરસાદને કારણે સાવરકુંડલાથી રંઘોલા સ્ટેટ હાઈવેની દુર્દશા બેઠી હોય તેમ મગરની પીઠ સમાનનો ખરબચડો થઈ ગયો છે. સતત વરસાદણ આ કારણે ઉપરથી રંઘોલા સ્ટેટ હાઇવેની સાઈડ ખોદીને અધૂરી કામગીરીએ રોડની હાલત અતિ બદતર કરી નાખી છે અને ઠેર ઠેર સ્ટેટ હાઇવે માર્ગમાં ગાબડા જોવા મળી રહ્યા છે

Next Story