આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પુરુષ સમોવડી મહિલાઓની વાતો કરવામાં આવે છે પણ પુરુષ સમોવડી મહિલાઓની સાચી ઓળખ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વસંતબેન કેવડીયા છે જે છેલ્લા 40 વર્ષથી મહિલાઓને પગભર કરવા કમર કસી રહી છે અને આજે 1100 જેટલી મહિલાઓને ઘરબેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં રહેતા વસંતબેન કેવડીયા વસંતબેન કેવડીયા પોતાના હેન્ડિગ્રાફ્ટનો ઘરે ગૃહ ઉઘોગ શરૂ કર્યો છે અને આ હેન્ડિગ્રાફ્ટ ગૃહ ઉઘોગ થકી સાવરકુંડલા શહેર તાલુકા સાથે ખાંભા, ગીર સોમનાથ સુધીની મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે એમા સફળતા પણ પ્રાપ્ત થઈ છે.ઘરની સજાવટ અને ઘર સુશોભિત લાગે તે માટે તોરણ, હિંઢોણી, ચાંકળા, જુમ્મર, જુનવાણી કલાત્મક લાગે તેવી ગૃહ ઉઘોગ દ્વારા નિર્માણ થતી ઘર સજાવટની વસ્તુઓ બનાવવામાં વસંતબેન કેવડીયા મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી જાય છે અને અમુક બહેનો પોતાના કામના સમય બાદ વસંતબેનના ઘરે આવીને કામગીરી કરીને ટૂંકા સમયમાં 100 રૂપિયા જેવી રોજગારી મેળવતા હોવાનો આનંદ વ્યક્ત કરે છે
ઘર બેઠા કમાણી અને પોતાના ઘરે લઈ જઈને ફાજલ સમયમાં તોરણ, કલાત્મક આભલાં, ઘરમાં સુશોભન થાય તેવા જુનવાણી પારાથી મઢેલા જુમ્મર, મટકી, મોતિથી મઢેલા કળશ, મોતિકામ, પરદાઓ, બનાવીને મહિલાઓ રોજગારી મેળવે છે તો અત્યાર સુધીમાં 1100 જેટલી મહિલાઓને ઘર બેઠા રોજગારી આપવાની કામગીરી કરનારા વસંતબેન કેવડીયાને 1997માં કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ મેળવ્યો હતો અત્યાર સુધીમાં 21 એવોર્ડ મેળવી ચૂકેલા વસંતબેન કેવડીયા મૂઠી ઊંચેરા મહિલા છે