અમરેલી: વિશ્વ મહિલા દિવસે આ મૂઠી ઉચેરા મહિલાની કહાની સાંભળી તમને પણ થશે ગર્વ, 1100 મહિલાઓને ઘરે બેઠા આપી રહ્યા છે કામ

વસંતબેન કેવડીયા છે જે છેલ્લા 40 વર્ષથી મહિલાઓને પગભર કરવા કમર કસી રહી છે અને આજે 1100 જેટલી મહિલાઓને ઘરબેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે

અમરેલી: વિશ્વ મહિલા દિવસે આ મૂઠી ઉચેરા મહિલાની કહાની સાંભળી તમને પણ થશે ગર્વ, 1100 મહિલાઓને ઘરે બેઠા આપી રહ્યા છે કામ
New Update

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પુરુષ સમોવડી મહિલાઓની વાતો કરવામાં આવે છે પણ પુરુષ સમોવડી મહિલાઓની સાચી ઓળખ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વસંતબેન કેવડીયા છે જે છેલ્લા 40 વર્ષથી મહિલાઓને પગભર કરવા કમર કસી રહી છે અને આજે 1100 જેટલી મહિલાઓને ઘરબેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં રહેતા વસંતબેન કેવડીયા વસંતબેન કેવડીયા પોતાના હેન્ડિગ્રાફ્ટનો ઘરે ગૃહ ઉઘોગ શરૂ કર્યો છે અને આ હેન્ડિગ્રાફ્ટ ગૃહ ઉઘોગ થકી સાવરકુંડલા શહેર તાલુકા સાથે ખાંભા, ગીર સોમનાથ સુધીની મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે એમા સફળતા પણ પ્રાપ્ત થઈ છે.ઘરની સજાવટ અને ઘર સુશોભિત લાગે તે માટે તોરણ, હિંઢોણી, ચાંકળા, જુમ્મર, જુનવાણી કલાત્મક લાગે તેવી ગૃહ ઉઘોગ દ્વારા નિર્માણ થતી ઘર સજાવટની વસ્તુઓ બનાવવામાં વસંતબેન કેવડીયા મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી જાય છે અને અમુક બહેનો પોતાના કામના સમય બાદ વસંતબેનના ઘરે આવીને કામગીરી કરીને ટૂંકા સમયમાં 100 રૂપિયા જેવી રોજગારી મેળવતા હોવાનો આનંદ વ્યક્ત કરે છે

ઘર બેઠા કમાણી અને પોતાના ઘરે લઈ જઈને ફાજલ સમયમાં તોરણ, કલાત્મક આભલાં, ઘરમાં સુશોભન થાય તેવા જુનવાણી પારાથી મઢેલા જુમ્મર, મટકી, મોતિથી મઢેલા કળશ, મોતિકામ, પરદાઓ, બનાવીને મહિલાઓ રોજગારી મેળવે છે તો અત્યાર સુધીમાં 1100 જેટલી મહિલાઓને ઘર બેઠા રોજગારી આપવાની કામગીરી કરનારા વસંતબેન કેવડીયાને 1997માં કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ મેળવ્યો હતો અત્યાર સુધીમાં 21 એવોર્ડ મેળવી ચૂકેલા વસંતબેન કેવડીયા મૂઠી ઊંચેરા મહિલા છે

#Amreli #વિશ્વ મહિલા દિવસ #World Women's Day #World Women's Day 2023 #ગૃહ ઉઘોગ #વસંતબેન કેવડીયા #Happy Womens Day #WomensHistoryMonth #WomenSupportingWomen #womenempoweringwomen #8thMarch
Here are a few more articles:
Read the Next Article