રાજુલામાં લોનના વાહનોને સ્ક્રેપમાંવેચવાનું કૌભાંડ
વેચાણ કરાર કરીને હપ્તા ભરવાની આપતા હતા બાંહેધરી
ભેજાબાજો લોન વાળી ટ્રક લઈને હપ્તા ભરતાનહતા
વાહન તોડીને સ્પેરપાર્ટ્સ કાઢી લેવામાં આવતા
પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલામાંલોન પર લીધેલા વાહનખરીદીનેસ્ક્રેપમાંવેચવા
જેમાં આરોપી અલીઅસગર અલી હુસેન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા,અને ડ્રાઇવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રેહવાસીઓએલોન વાળી ટ્રક ખરીદી હતી,અનેવેચાણ કરાર કરીને ટ્રકના બાકી લોનના હપ્તા ચુકવવાની બાંહેધરી આપી હતી,જોકે લોનના બાકીહપ્તારૂપિયા5 લાખ53 હજારઅને હપ્તા મુજબના ચેક આરોપીએ આપ્યા નહતા.અને બારોબારટ્રક ભાવનગર સ્ક્રેપિંગના વેપારી દિપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દીધી હતી. અને દિપક ઉર્ફે કાલાએ ટ્રકભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવા માટેટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
જે ફરિયાદનેઆધારે રાજુલા પોલીસેઆરોપી ઉજેફા આરીફભાઈ શેખ,ઈમ્તિયાઝઉર્ફે બિહારી,દીપક ઉર્ફે કાલા નારણભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત ફરાર આરોપી જેમાં અલીઅજગર અલીહુસેન લોટિયા,પંકજ ઉર્ફે બાલા,ઇસ્માઇલ ઉર્ફે પપલુ આ ત્રણ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.વધુમાં આ ભેજાબાજોનીગેંગ દ્વારા અમરેલી,જૂનાગઢ અને ભાવનગરમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.