અમરેલી: રાજુલામાં લોન પર લીધેલા વાહનને સ્ક્રેપમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરતી પોલીસ

દિપક ઉર્ફે કાલાએ ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવા માટે ટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

New Update
  • રાજુલામાં લોનના વાહનોને સ્ક્રેપમાં વેચવાનું કૌભાંડ 

  • વેચાણ કરાર કરીને હપ્તા ભરવાની આપતા હતા બાંહેધરી  

  • ભેજાબાજો લોન વાળી ટ્રક લઈને હપ્તા ભરતા નહતા 

  • વાહન તોડીને સ્પેરપાર્ટ્સ કાઢી લેવામાં આવતા 

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ 

અમરેલી જિલ્લાના રાજુલામાં લોન પર લીધેલા વાહન ખરીદીને સ્ક્રેપમાં વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે,અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશ બટુકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપી અલીઅસગર અલી હુસેન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા,અને ડ્રાઇવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રેહવાસીઓએ લોન વાળી ટ્રક ખરીદી હતી,અને વેચાણ કરાર કરીને ટ્રકના બાકી લોનના હપ્તા ચુકવવાની બાંહેધરી આપી હતી,જોકે લોનના બાકી હપ્તા રૂપિયા લાખ 53 હજાર અને હપ્તા મુજબના ચેક આરોપીએ આપ્યા નહતા.અને બારોબાર ટ્રક ભાવનગર સ્ક્રેપિંગના વેપારી દિપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દીધી હતી. અને દિપક ઉર્ફે કાલાએ ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવા માટે ટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

જે ફરિયાદને આધારે રાજુલા પોલીસે આરોપી ઉજેફા આરીફભાઈ શેખ,ઈમ્તિયાઝ ઉર્ફે બિહારી,દીપક ઉર્ફે કાલા નારણભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત ફરાર આરોપી જેમાં અલીઅજગર અલીહુસેન લોટિયા,પંકજ ઉર્ફે બાલા,ઇસ્માઇલ ઉર્ફે પપલુ આ ત્રણ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.વધુમાં આ ભેજાબાજોની ગેંગ દ્વારા અમરેલી,જૂનાગઢ અને ભાવનગરમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

#Rajula #Rajula police #કૌભાંડનો પર્દાફાશ #Rajula News #કૌભાંડ
Here are a few more articles: